Letest Job Government Join us WhatsApp channelsJoin Us

Ration Card E-KYC 2024 રેશનકાર્ડ કરો મોબાઈલથી ઘરે કેવાય શી

Ration card online 2024 Ration Card E-KYC 2024 રેશનકાર્ડ કરો મોબાઈલથી ઘરે કેવાય શી
Mulieducation
Estimated read time: 3 min
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Ration Card E-KYC: હાલ ગુજરાતમાં રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે રેશનકાર્ડ ગ્રાહકો વિવિધ જગ્યાઓએ ભીડ જોવા મળી રહી છે. જેમને પણ હજુ Ration Card E-KYC કર્યું નથી તમેના માટે આ આર્ટીકલ અવશ્ય જરૂર વાંચવો. જેથી ઘર બેઠા જ Ration Card E kyc કરી શકે છે.



રેશનકાર્ડ સાથે આધારકાર્ડ E-KYC કરો આ રીતે :-

Ration Card E-KYC: રેશનકાર્ડ ઈ-કેવાયસી કઈ રીતે કરવું? અને એ પણ ઘેર બેઠા જ રેશનકાર્ડ ઈ-કેવાયસી કઈ રીતે કરવું અમે અહી તમને આ આર્ટીકલમાં વિગત વાર જણાવીશું. જે એકદમ સરળતાથી તમારા મોબાઇલથી ઘર બેઠા કરી શકશો.

રેશનકાર્ડ ઈ-કેવાયસી :-

આ માટે સરકારે My MY Ration એપ્લિકેશન તૈયાર કરેલ છે, જે આપ સર્વેને સરળતાથી ગુગલ પ્લે સ્ટોર પર મળી જશે. જેમાં તમને ઘણી બધી સેવાઓ મળી રેહશે, ઘણા ગ્રાહકો હજી આ સુવિધાથી અજાણ હશે અથવા તો તેમને આના વિશે કોઈ જાણકારી નહિ હોય.

Ration Card E-KYC 2024 :-

MY Ration Application દ્વારા ગ્રાહક તેમને મળવાપાત્ર જથ્થો તેમજ રસીદ પણ અથવા તમામ માહિતી જોવા મળે છે. તેમજ રેશનકાર્ડને લગતી સેવાઓ જેમકે આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર E-KYC, અનલીંક મોબાઇલ, અનલીંક આધાર તેમજ અન્ય સેવાઓ ઘેર બેઠા જ તમને તમારા મોબાઈલથી મળી રહેશે.

Ration Card E-KYC કઈ રીતે કરવું જાણો નીચે મુજબ :-
  • સ્ટેપ 1. MY Ration application પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો.
  • સ્ટેપ 2. જે નામનું રેશનકાર્ડ છે તેમનો મોબાઇલ નંબર દાખલ કરો ત્યારબાદ OTP આવશે તે OTP નાખી વેરીફાય કરો. 
  • સ્ટેપ 3. ત્યારબાદ પ્રોફાઇલ જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રેશનકાર્ડ લીંક કરો.
  • સ્ટેપ 4. આ કર્યા બાદ હોમપેજ પર જઈને મેનુ પર ક્લિક કરી આધાર E-KYC ઓપ્શન સિલેક્ટ કરો.
  • સ્ટેપ 5. હવે એક નવો વિન્ડો ઓપન થશે તેમાં આધાર ફેસ રીડર AadhaarFaceRD Application ની લીંક આપેલ હશે તેને ડાઉનલોડ કરી લ્યો, તે મોબાઇલ ક્યાય  દેખાશે નહિ.
  • સ્ટેપ 6. ત્યારબાદ નીચે ચેક બોક્સ પર ક્લિક કરીને રેશનકાર્ડ માટેની વિગતો મેળવો બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 7. ત્યારબાદ નવી વિન્ડો ઓપન થશે જેમાં તમને તમે જે રેશનકાર્ડ લીંક કર્યું છે તેનો નંબર દેખાશે અને તેની નીચે એક કોડ આપ્યો હશે તે બાજુના બોક્સ માં દાખલ કરો અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો અને બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 8. હવે એક નવો વિન્ડો ઓપન થયો હશે જેમાં રેશનકાર્ડમાં  દરેક સભ્યોના નામ છે તે અહી દેખાશે અને દરેક નામ સામે E-KYC દેખાશે.
  • સ્ટેપ 9. હવે જે નામ પેલું લખેલું દેખાય છે તેને વેરીફાય કરવા માટે આધાર E-KYC માટે સભ્ય પસંદ કરો બટન પર ક્લિક કરો અને તેમાંથી નામ સિલેક્ટ કરીને આ સભ્યમાં આધાર E-KYC બટન પર ક્લિક કરો. આમ બધાં જ સભ્યો ના E-KYC કરો. 
  • સ્ટેપ 10. હવે જે નવો વિન્ડો ઓપન થયો તેમાં સંમતી સામે ચેક બોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો બટન પર ક્લિક કરો અને ત્યારબાદ OTP દાખલ કરીને તેને વેરીફાય કરો. 
  • સ્ટેપ 11. OTP દાખલ કર્યાબાદ આધાર ફેસ રીડર એપ ચાલુ થશે અને જે વ્યક્તિનું વેરીફાય કરવાનું છે તેની સેલ્ફી લેવી પડશે જે એક ગ્રીન કલરમાં રાઉન્ડ થયા બાદ (આંખને બંધ કરી ને ખોલવી જરૂરી છે)જેથી selfy પડી જશે. 
  • સ્ટેપ 12. ગ્રીન કલરનું રાઉન્ડ થઇ ગયા બાદ જે વ્યક્તિનું વેરીફાય કરશો તેની ડીટેલ આવશે ત્યારબાદ ચેકબોકસ પર ક્લિક કરીને સબમિટ કરો ,ત્યાર બાદ OTP આવશે OTP નાખ્યા બાદ ત્યારબાદ સક્સેસફૂલ મેસેજ આવશે.
Ration Card E-KYC કરતી વખતે જે વ્યક્તિનું આધાર વેરીફીકેશન કરતા હોય ત્યારે કદાચ કોઈ કારણોસર એરર આવે તો થોડા સમય બાદ ફરીથી ટ્રાય કરવી. અથવા તો એવું પણ બને છે કે આધારકાર્ડ માં કોઈ જુનો મોબાઇલ નંબર  આપેલ  હોય અને હાલ તમારી પાસે એ નંબરના હોય તો સૌ પ્રથમ તમારે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરાવવો જરૂરી છે.

અમારા દ્વારા આ આપ સૌ માટે આ એક નાનકડો પ્રયત્ન છે, જેના દ્વારા આપ સર્વે ઘર બેઠા રેશનકાર્ડ સાથે તમારું આધારકાર્ડ તમારા મોબાઇલ દ્વારા E-KYC કરી શકો. જો તમને આ માહિતી વધુ સારી લાગી હોય તો તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.